રાજકોટ: શહેરમાં માદક પદાર્થોની હેરાફેરી સામે પોલીસ દ્વારા કાર્યવાહીનો દોર યથાવત છે. રાજકોટ શહેર SOGએ કુવાડવા રોડ પર વાંકાનેર ચોકડી નજીક વોચ ગોઠવી મેફેડ્રોન (MD) માદક પદાર્થ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, SOGની ટીમને મળેલી બાતમીના આધારે વાંકાનેર ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન શંકાસ્પદ હિલચાલ સાથે પસાર થઈ રહેલા એક ઈસમને અટકાવી તેની તપાસ કરવામાં આવતા તેની પાસેથી મેફેડ્રોન મળી આવ્યું હતું.
પોલીસે માદક પદાર્થનો જથ્થો કબજે કરી ઈસમની અટકાયત કરી છે. આરોપી મેફેડ્રોન ક્યાંથી લાવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં ડ્રગ્સના નેટવર્ક સામે SOGની કાર્યવાહીને પગલે માદક પદાર્થોના કારોબાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી વધુ કડીઓ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.










