વ્યારાના કટાસવાણા ગામની સીમમાં પિકઅપ ટેમ્પો પલટી જતાં 3 શ્રમિકોનાં મોત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ડાંગરની લણણી માટે જઈ રહેલા મજૂરો અકસ્માતનો ભોગ બન્યા; 5થી વધુ શ્રમિકો ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડાયા

વ્યારા: તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કટાસવાણા ગામની સીમમાં ખેતમજૂરો ભરેલો પિકઅપ ટેમ્પો પલટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે મહિલા અને એક પુરુષ સહિત કુલ ત્રણ શ્રમિકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે પાંચથી વધુ શ્રમિકો ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, પિકઅપ ટેમ્પામાં આશરે 10 જેટલા શ્રમિકો સવાર હતા. તેઓ ખેતરમાં ડાંગરની લણણીની મજૂરી માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન કટાસવાણા ગામની સીમમાંથી પસાર થતી વખતે ટેમ્પોચાલકે અચાનક કાબૂ ગુમાવતાં વાહન રસ્તા પર પલટી મારી ગયું હતું. ટેમ્પો પલટી જતાં તેમાં સવાર શ્રમિકો નીચે દબાઈ ગયા હતા અને ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.

અકસ્મતની જાણ થતાં આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ ટેમ્પા નીચે દબાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે મદદ કરી હતી. જોકે, ગંભીર ઈજાઓને કારણે બે મહિલા અને એક પુરુષ શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ઘાયલ શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.

રોજીરોટી મેળવવા માટે ખેતરમાં મજૂરી કરવા નીકળેલા શ્રમિકો અકસ્માતનો ભોગ બનતાં તેમના પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ત્રણ શ્રમિકોનાં મોતના સમાચારથી મૃતકોનાં પરિવારજનોમાં શોક અને આક્રંદ છવાઈ ગયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai