ફિલ્મી ઢબે ઈનોવાનો પીછો કરી રૂ.13.16 લાખનો મુદ્દામાલ ઝડપી પડાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

બનાસકાંઠા રેન્જ પોલીસની કાર્યવાહી : ઈનોવામાંથી દારૂ-બિયરની 2,324 બોટલો મળી, બે બુટલેગર અંધારાનો લાભ લઈ ફરાર

બનાસકાંઠા રેન્જ પોલીસની ટીમે ફિલ્મી ઢબે એક ઈનોવા કારનો પીછો કરી રૂ.3.06 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ઈનોવામાંથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 2,324 બોટલો કબજે કરી છે. જોકે, પોલીસનો પીછો થતાં વાહન છોડીને બે શખ્સો અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.

બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડની સૂચનાથી રેન્જ વિસ્તારમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક ઈનોવા કારમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે.

બેવટા-કેસરગામ હાઇવે પર પોલીસની વોચ

બાતમીના આધારે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેવટાથી કેસરગામ જતા હાઇવે રોડ પર પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન બેવટા તરફથી સિલ્વર કલરની ઈનોવા કાર આવતી નજરે પડી હતી.

પોલીસે વાહનને રોકવાનો ઈશારો કરતાં ચાલકે ગાડી ઊભી રાખવાને બદલે પૂરઝડપે દોડાવી મૂકી હતી. ત્યારબાદ પોલીસે ખાનગી વાહનથી ઈનોવાનો પીછો શરૂ કર્યો હતો.

પેપળ-લોઢનોર વચ્ચે કાર મૂકી ફરાર

પોલીસના પીછાનો અહેસાસ થતાં ઈનોવા ચાલકે બેવટાથી કેસરગામ થઈ પેપળથી લોઢનોર ગામની સીમ પાસે રોડની સાઈડમાં કાર મૂકી દીધી હતી. ત્યારબાદ વાહનચાલક અને તેનો સાથીદાર અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા.

પોલીસે બિનવારસી હાલતમાં રહેલી ઈનોવા કારની તપાસ કરતાં તેમાં અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂ અને બિયરની કુલ 2,324 બોટલો મળી આવી હતી.

દારૂ સાથે ઈનોવા સહિત રૂ.13.16 લાખનો મુદ્દામાલ

પોલીસે દારૂ-બિયરના જથ્થાની કિંમત રૂ.3.06 લાખ આંકી છે. સાથે જ ઈનોવા કાર સહિત કુલ રૂ.13.16 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

કબજે કરાયેલી ઈનોવા કારનો નંબર MH-02-FE-9717 હોવાનું પોલીસે જણાવ્યું છે. ફરાર થયેલા બંને શખ્સોની ઓળખ અને દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તથા કોને પહોંચાડવાનો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai