રાજકોટની 139 એનિમી પ્રોપર્ટીમાંથી 54 હિજરતી મિલકતો નીકળી : ડી-નોટિફાય કરવા મુંબઈ કચેરીને દરખાસ્ત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાજકોટ: રાજકોટ જિલ્લામાં નોંધાયેલી કુલ 139 જેટલી એનિમી પ્રોપર્ટીના તાજેતરમાં હાથ ધરાયેલા સર્વેમાં મોટો ખુલાસો થયો છે. સર્વે દરમિયાન 54 મિલકતો એનિમી પ્રોપર્ટી નહીં પરંતુ હિજરતી મિલકતો હોવાનું સામે આવ્યું છે. આ તમામ મિલકતોને એનિમી પ્રોપર્ટીની યાદીમાંથી દૂર કરવા એટલે કે ડી-નોટિફાય કરવા માટે જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા મુંબઈ સ્થિત કસ્ટોડિયન ઓફિસને દરખાસ્ત મોકલવામાં આવી છે.

કલેક્ટર તંત્રના જણાવ્યા મુજબ, ભારત-પાકિસ્તાનના ભાગલા દરમિયાન અથવા 1965ના યુદ્ધ બાદ ભારત છોડીને પાકિસ્તાન કે અન્ય દુશ્મન દેશમાં સ્થાયી થયેલા લોકોની ભારતમાં રહેલી મિલકતોને એનિમી પ્રોપર્ટી જાહેર કરવામાં આવી હતી. આવી મિલકતોનો વહીવટ કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી દ્વારા કરવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં આવી મિલકતોની સ્થિતિ જાણવા માટે તાજેતરમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

સર્વે દરમિયાન 139 નોંધાયેલી મિલકતોમાંથી 54 મિલકતોના દસ્તાવેજો અને હકીકતોની તપાસ કરતાં તે એનિમી પ્રોપર્ટી ન હોવાનું બહાર આવ્યું છે. આ તમામ 54 મિલકતો જેતપુરની હોવાનું પણ સામે આવ્યું છે. જેથી જિલ્લા તંત્ર દ્વારા આ મિલકતોને એનિમી પ્રોપર્ટીની યાદીમાંથી હટાવવા માટે જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ અંગે રાજકોટના અધિક કલેક્ટર દ્વારા મુંબઈ સ્થિત કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી કચેરીને સત્તાવાર દરખાસ્ત મોકલવામાં આવી છે. હવે કસ્ટોડિયન કચેરી દ્વારા જરૂરી તપાસ અને પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ 54 મિલકતોને એનિમી પ્રોપર્ટીની યાદીમાંથી ડી-નોટિફાય કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai