સુરત પોલીસે કારમાંથી રૂ.30 લાખનું MD ડ્રગ્સ ઝડપ્યું : પૂર્વ એરહોસ્ટેસ સહિત બેની ધરપકડ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સુરત: સુરત ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી વડોદરાથી મુંબઈ જઈ રહેલી કારમાંથી 977 ગ્રામ MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોલીસે ડ્રગ્સની હેરાફેરીના આરોપસર મુંબઈની પૂર્વ એરહોસ્ટેસ માનસી સૈયદ અને તેના મિત્ર સોહેલ સુલેમાન શેખની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા ડ્રગ્સની અંદાજિત કિંમત રૂ.30 લાખ હોવાનું સામે આવ્યું છે.

પોલીસને સોમવારે બાતમી મળી હતી કે એક કારમાં મોટી માત્રામાં MD ડ્રગ્સ લઈ જવામાં આવી રહ્યું છે અને કાર વડોદરાથી મુંબઈ તરફ જઈ રહી છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે કારને રોકી તપાસ કરતાં તેમાંથી 977 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. આરોપીઓએ ડ્રગ્સને પોલીસથી બચાવવા માટે બાળકોના ડાયપરની અંદર છુપાવ્યું હતું.

પ્રાથમિક પૂછપરછમાં બંને આરોપીઓએ ડ્રગ્સ વડોદરા રેલવે પોલીસ સ્ટેશન નજીક એક મહિલા પાસેથી ખરીદ્યું હોવાનું જણાવ્યું છે. ત્યારબાદ આ ડ્રગ્સ મુંબઈ લઈ જઈ ત્યાં વેચવાનો તેમનો ઈરાદો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, પૂર્વ એરહોસ્ટેસ માનસી સૈયદ અગાઉ પણ ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલા કેસમાં ઝડપાઈ ચૂકી છે. હાલ બંને આરોપીઓની ધરપકડ કરી ડ્રગ્સ ક્યાંથી મેળવવામાં આવ્યું હતું અને મુંબઈમાં કોને પહોંચાડવાનું હતું તે સહિતની કડીઓ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai