સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના PGDIPR વિદ્યાર્થીઓની IPR લૉ ફર્મની શૈક્ષણિક મુલાકાત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવિય કાયદા ભવન દ્વારા સંચાલિત Post Graduate Diploma in Intellectual Property Rights (PGDIPR) અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ માટે રાજકોટની પ્રતિષ્ઠિત J.J. Patel & Co.-IPR Law Firm ખાતે શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને IPR ક્ષેત્રનું પ્રાયોગિક જ્ઞાન તેમજ કાનૂની વ્યવસાયની વાસ્તવિક સમજ મળે તે હેતુથી આ મુલાકાત યોજાઈ હતી.

ભવનના અધ્યક્ષ ડો. ભગીરથસિંહ માંજરિયાની અધ્યક્ષતામાં યોજાયેલી મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને IPR ક્ષેત્રમાં કાનૂની પ્રેક્ટિસ, ક્લાયન્ટ સાથે વ્યવહાર, બૌદ્ધિક સંપદા સંબંધિત વિવિધ કાનૂની પ્રક્રિયાઓ તેમજ કેસની પ્રાયોગિક કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત IPR ક્ષેત્રમાં સફળ કારકિર્દી વિકસાવવા માટે જરૂરી કુશળતાઓ અંગે પણ વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી.

આ પ્રસંગે J.J. Patel & Co.ના એડવોકેટ જીજ્ઞેશભાઈ પટેલે ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને પેટન્ટ સહિતના વિવિધ IPR ક્ષેત્રોની પ્રેક્ટિકલ કામગીરી અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓએ કાનૂની પ્રક્રિયાઓને નજીકથી સમજીને ક્ષેત્રના નિષ્ણાતો સાથે સંવાદ કર્યો હતો.

મુલાકાત દરમિયાન ભવનના પીએચડી સંશોધન વિદ્વાન ચિંતનકુમાર શકોરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી IPR ક્ષેત્રમાં પ્રાયોગિક જ્ઞાન સાથે અભ્યાસને આગળ વધારવા માટે માર્ગદર્શન આપ્યું હતું. શૈક્ષણિક મુલાકાત વિદ્યાર્થીઓ માટે અભ્યાસ સાથે વ્યવસાયિક અનુભવ મેળવવાની દિશામાં મહત્વપૂર્ણ બની રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai