જામજોધપુરના ભોજાબેડી ગામે ખનીજનું ગેરકાયદે ખનન ઝડપાયું : 1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામે ખનીજના ગેરકાયદે ખનન અને વહન સામે પોલીસે દરોડો પાડી રૂ.1.40 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે પીએસઆઈ સી.એમ. કાંટેલિયા સહિતના સ્ટાફે ભોજાબેડી ગામે લીઝધારક લખમણભાઈ દેવશીભાઈ ચાવડાના લીઝ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.

દરોડા દરમિયાન લીઝ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે લાઇમસ્ટોન ખનીજ ભરીને વહન કરતા બે ટ્રક મળી આવ્યા હતા. બંને ટ્રકના ચાલકો પીયુષભાઈ કારાભાઈ રાઠોડ, રહે. કુતિયાણા અને રોહિતભાઈ રણછોડભાઈ ધાંગડ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સ્થળ પરથી બે હીટાચી મશીન પણ મળી આવતાં પોલીસે તમામ વાહનો અને મશીનો કબજે લીધાં હતાં.

સમગ્ર મામલે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવતાં જરૂરી રોજકામ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ બાદ ટ્રક, હીટાચી મશીન સહિત કુલ રૂ.1.40 કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. કબજે કરાયેલો તમામ મુદ્દામાલ આગળની કાયદેસરની કાર્યવાહી માટે શેઠવડાળા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા ગેરકાયદે ખનન પાછળ કોણ સંડોવાયેલું છે અને લીઝ વિસ્તારમાંથી ખનીજના ગેરકાયદે ઉત્ખનન તથા વહન અંગે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai