ઉનામાં GRD જવાનની ઈમાનદારી, રૂ.6,310 રોકડ ભરેલું પાકીટ મૂળ માલિકને પરત કર્યું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વડલા ચોકી પાસે મળેલું પાકીટ જરૂરી દસ્તાવેજો સાથે મૂળ માલિકને સોંપ્યું, પોલીસની કામગીરીની પ્રશંસા

ઉનામાં ફરજ બજાવી રહેલા GRD જવાનને જાહેર રોડ પરથી રોકડ રકમ અને જરૂરી દસ્તાવેજો ભરેલું પાકીટ મળી આવ્યું હતું. જવાને પ્રમાણિકતા દાખવી પાકીટના મૂળ માલિકની શોધ કરી રૂ.6,310 રોકડ સહિત પાકીટ પરત સોંપ્યું હતું.

ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તથા ઉના વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરીની રાહબરી હેઠળ ઉના પોલીસ દ્વારા ગુમ થયેલા પાકીટ અને અન્ય ચીજવસ્તુઓ મૂળ માલિકોને પરત મળે તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ કામગીરી અંતર્ગત ટ્રાફિક ઇન્ચાર્જ એએસઆઈ જયેશભાઈ ભુવા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ધીરૂભાઈ બાંભણીયા, ટ્રાફિક બ્રિગેડ તથા GRDના જવાનો વડલા ચોકી ખાતે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી રહ્યા હતા.

દરમિયાન GRD જવાન મનુભાઈ ગાંગાભાઈ ચારણીયાને વડલા ચોકી નજીક જાહેર રોડ પરથી એક પાકીટ મળી આવ્યું હતું. પાકીટની તપાસ કરતાં તેમાં રૂ.6,310 રોકડા તેમજ જરૂરી ઓરિજિનલ દસ્તાવેજો મળી આવ્યા હતા.

જવાને પાકીટના મૂળ માલિકની શોધખોળ કરી હતી. ત્યારબાદ પાકીટ એલમપુર, તા. ઉના ખાતે રહેતા લાલજીભાઈ ધીરૂભાઈ મકવાણાનું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસની હાજરીમાં પાકીટ જે સ્થિતિમાં મળ્યું હતું તે જ સ્થિતિમાં મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યું હતું.

GRD જવાન મનુભાઈ ચારણીયાની આ ઈમાનદારી અને પ્રશંસનીય કામગીરી બદલ પોલીસ વિભાગ દ્વારા તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ ઘટનાએ ફરી એકવાર “પોલીસ પ્રજાનો મિત્ર” હોવાની ભાવનાને સાર્થક કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai