પોલિએસ્ટર મેલ્ટ અને POYના ભાવમાં અસાધારણ વધારો; દક્ષિણ ગુજરાત ચેમ્બર દ્વારા ટેક્સટાઇલ મંત્રીને રજૂઆત
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં યાર્નના ભાવમાં થયેલા અચાનક વધારાને કારણે ઉદ્યોગકારોમાં ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને પોલિએસ્ટર મેલ્ટ અને POYના ભાવમાં અસાધારણ વધારો થતાં ટેક્સટાઇલ ઉદ્યોગ પર વધારાનો ખર્ચબોજ પડવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
આ મુદ્દે દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરીરાજ સિંહને રજૂઆત કરવામાં આવી છે. યાર્નના ભાવમાં થતી અસ્થિરતા પર નજર રાખવા અને ઉદ્યોગકારોને રાહત આપવા માટે ‘પ્રાઇસ મોનિટરિંગ કમિટી’ની રચના કરવાની માંગ કરવામાં આવી છે.
ચેમ્બર દ્વારા જણાવાયું છે કે યાર્નના ભાવમાં સતત વધઘટથી ટેક્સટાઇલ ઉત્પાદકો માટે ઉત્પાદન ખર્ચનું આયોજન મુશ્કેલ બની રહ્યું છે. ભાવ નિયંત્રણ અને પારદર્શક વ્યવસ્થા ઊભી થાય તો ઉદ્યોગકારોને સ્થિરતા મળી શકે છે.










