આગળના ટ્રેલરે અચાનક બ્રેક મારતા પાછળનું ટ્રેલર ધડાકાભેર અથડાયું; ચાલક કેબિનમાં ફસાયો
સુરતના ઇચ્છાપોર-ભીમપોર હાઇવે પર બે ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગળ ચાલી રહેલા ટ્રેલરે અચાનક બ્રેક મારતા પાછળથી આવતું ટ્રેલર ધડાકાભેર તેની સાથે અથડાયું હતું.
અકસ્મતમાં પાછળના ટ્રેલરની કેબિનનો કચ્ચરઘાણ વળી જતાં 40 વર્ષીય ચાલક રાજેન્દ્ર યાદવ કેબિનમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ કેબિનમાં ફસાયેલા ચાલકને રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિકને અસર થઈ હતી.