‘ડિજિટલ અરેસ્ટ’થી મોબાઈલ હેકિંગ સુધીના સાયબર ગુનાઓ અંગે અપાયું માર્ગદર્શન
પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા CISFના જવાનો માટે વિશેષ સાયબર જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો. સેમિનારમાં સાયબર છેતરપિંડીથી બચવાના ઉપાયો અંગે જવાનોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
સેમિનારમાં ખાસ કરીને ‘ડિજિટલ અરેસ્ટ’, ઓનલાઈન ફ્રોડ, મોબાઈલ હેકિંગ અને AI ટૂલ્સના સુરક્ષિત ઉપયોગ અંગે માર્ગદર્શન અપાયું હતું. અજાણ્યા લિંક, ફેક કોલ, OTP અને શંકાસ્પદ એપ્લિકેશનથી સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત સાયબર ફ્રોડનો ભોગ બન્યા બાદ તાત્કાલિક મદદ મેળવવા માટેની 1930 સાયબર હેલ્પલાઈન તથા નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ અંગે પણ જવાનોને માહિતી આપવામાં આવી હતી.
સાયબર ગુનાઓ સતત બદલાઈ રહ્યા હોવાથી ડિજિટલ સુરક્ષા અંગે જાગૃતિ વધારવાના હેતુથી પોલીસ દ્વારા આવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું.