સુરત ક્રાઈમ બ્રાંચની મોટી સફળતા: એક માસમાં 210 ગુમ થયેલા બાળકો-વ્યક્તિઓ મળી આવ્યા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સુરત મિસિંગ સેલ ક્રાઈમ બ્રાંચે ઓગસ્ટ 2026માં માત્ર એક મહિનામાં 76 બાળકો અને 134 સ્ત્રી-પુરુષ સહિત કુલ 210 ગુમ-અપહરણ થયેલા વ્યક્તિઓને શોધી કાઢ્યા છે. પોલીસે જૂના રેકોર્ડ, ફરિયાદી-સાક્ષીઓના નિવેદનો, સ્થાનિક પોલીસ, સરપંચો તથા ટેકનિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી અલગ-અલગ રાજ્યોમાં તપાસ હાથ ધરી હતી.

પોલીસની આ કામગીરી અંતર્ગત જાન્યુઆરીથી ઓગસ્ટ 2026 દરમિયાન કુલ 1,652 ગુમ-અપહરણ થયેલા બાળકો અને વ્યક્તિઓને શોધી કાઢવામાં આવ્યા છે. જેમાં 531 બાળકો અને 1,121 સ્ત્રી-પુરુષોનો સમાવેશ થાય છે.

‘ઓપરેશન મુસ્કાન’ અંતર્ગત સુરત પોલીસ દ્વારા ગુમ થયેલા બાળકો અને વ્યક્તિઓને શોધવા માટે સંવેદનશીલતા સાથે સતત કામગીરી કરવામાં આવી રહી છે. અલગ-અલગ ટીમો બનાવી અન્ય રાજ્યો અને જિલ્લાઓમાં પણ સઘન શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai