મોરબીમાં નકલી દારૂની મિની ફેક્ટરી ઝડપાઈ, 5 આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મોરબીના મોટા દહીસરા ગામે એલસીબી અને સ્થાનિક પોલીસે સંયુક્ત દરોડો પાડી નકલી વિદેશી દારૂ બનાવવાની મિની ફેક્ટરી ઝડપી પાડી હતી. પોલીસે સ્થળ પરથી 600 લિટર જેટલું કેમિકલ, કલર, એસેન્સ, પ્રિઝર્વેટિવ, 23 પેટી નકલી દારૂ, આશરે 1400 ખાલી બોટલો, બોટલના બુચ, બારકોડ-ક્યૂઆર કોડના સ્ટીકર, કાર અને રૂ.6.50 લાખ રોકડા સહિત કુલ રૂ.20.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ઇન્ડસ્ટ્રીયલ ઇથેનોલનો ઉપયોગ કરીને નકલી વિદેશી દારૂ તૈયાર કરી રહ્યા હતા. દારૂનું બોટલિંગ અને પેકેજિંગ કરીને વેચાણ કરવાની તૈયારી હતી, પરંતુ તે પહેલાં જ એલસીબીની ટીમે દરોડો પાડી સમગ્ર કાવતરું ઝડપી લીધું હતું.

આ કેસમાં મહેશ ઉર્ફે મુન્નો કાંજિયા, કર્મરાજસિંહ ઝાલા, રામદેવસિંહ ઝાલા, કાનો સિંધવ અને વિક્રમ ધંધુકિયાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મુખ્ય આરોપી અજયસિંહ જાડેજા સહિત અન્ય સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા તપાસ ચાલુ છે.

મોરબી એસપીએ જણાવ્યું હતું કે અજયસિંહ જાડેજા અને રામદેવસિંહ ઝાલા અગાઉ જેલમાં સાથે હતા અને ત્યાં સંપર્કમાં આવ્યા બાદ નકલી દારૂ બનાવી વેચવાનો પ્લાન બનાવ્યો હતો. ધરપકડ કરાયેલા પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai