ગુજરાતમાં કોડીનયુક્ત દવાઓ સામે તવાઈ, રૂ.83 લાખથી વધુનો જથ્થો સ્થગિત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનગર: ગુજરાતમાં કોડીનયુક્ત દવાઓના ગેરકાયદેસર ઉપયોગ, સંગ્રહ અને વેચાણ સામે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે વિશેષ તપાસ ઝુંબેશ હાથ ધરી છે. 1 સપ્ટેમ્બરે અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા સહિતના વિસ્તારોમાં ફાર્મા પેઢીઓની તપાસ કરી દસ્તાવેજો અને બિલોની ચકાસણી કરવામાં આવી હતી.

અમદાવાદ ગ્રામ્ય-ગાંધીનગરની બાલાજી ફાર્મામાંથી કોડીનયુક્ત Rexton-T Syrupની 37,762 બોટલ મળી આવી હતી. તેની કુલ કિંમત રૂ.83.07 લાખથી વધુ છે. સમગ્ર જથ્થાના વેચાણ પર પ્રતિબંધ મૂકી તેને સ્થગિત કરવામાં આવ્યો છે અને લેબોરેટરી તપાસ માટે નમૂના લેવામાં આવ્યા છે.

આ ઉપરાંત જય અંબે ડિસ્ટ્રિબ્યુટર્સમાંથી R Tuss TD Syrupની 57 બોટલ જપ્ત કરી સ્થગિત કરવામાં આવી હતી. વિવિધ પેઢીઓમાં નિયમોના ભંગ અને દસ્તાવેજોમાં ક્ષતિઓ બદલ કુલ 7 પેઢીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.

કલોલની હેલ્થ પોઇન્ટ ફાર્માનો દવા વેચાણનો પરવાનો કાયમી ધોરણે રદ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગે કોડીનયુક્ત દવાઓના ગેરકાયદેસર વેપાર સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ કાર્યવાહી ચાલુ રાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai