અમરેલીમાં રૂ.634 કરોડના SD Pay સાયબર કૌભાંડનો પર્દાફાશ, 6 આરોપી ઝડપાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમરેલી: ‘SD Pay’ અને ‘Apna Pay’ એપ મારફતે ઊંચા દૈનિક વળતર, કેશબેક અને રેફરલ બોનસની લાલચ આપી રોકાણ કરાવવાના મોટા સાયબર કૌભાંડનો અમરેલી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે સુરત, મહેસાણા અને ગાંધીનગરમાંથી નેટવર્ક સાથે સંકળાયેલા 6 આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં ‘SD Pay’ એપના 10 લાખથી વધુ ડાઉનલોડ્સ હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ રેફરલ સિસ્ટમ મારફતે અંદાજે દોઢથી પોણા બે લાખ લોકોને નેટવર્ક સાથે જોડ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

કૌભાંડ ચલાવવા માટે આરોપીઓએ ‘એસ.ડી. હબ’, ‘શિવ ધરતી કોમ્યુનિકેશન’ અને ‘ઉપાય ડિજી’ સહિત 7 બોગસ કંપનીઓ ઉભી કરી હતી. આ કંપનીઓના નામે ખોલાયેલા 15 બેંક ખાતાઓમાં અંદાજે રૂ.634 કરોડના ટ્રાન્ઝેક્શન અને જમા રકમ મળી આવી છે. આ ખાતાઓ સામે NCCRP પોર્ટલ પર દેશભરમાંથી 83 સાયબર ફ્રોડ ફરિયાદો પણ નોંધાઈ છે.

આરોપીઓ રૂ.1 હજારથી રૂ.5 લાખ કે તેથી વધુના રોકાણ પર દરરોજ 0.15થી 0.30 ટકા વળતર તેમજ 15 લેવલ સુધી રેફરલ કમિશનની લાલચ આપતા હતા. હાલ SIT દ્વારા આરોપીઓના 30થી 35 બેંક ખાતાઓની તપાસ ચાલી રહી છે અને વધુ આરોપીઓ તથા નાણાકીય વ્યવહારો સામે આવવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai