ચુડા તાલુકાના છત્રીયાળા ગામે બોગસ ડોક્ટર ઝડપાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ડિગ્રી વગર ચાર વર્ષથી ઘરમાં જ દવાખાનું ચલાવતો હતો : રૂ.15,612ની એલોપેથી દવા જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં બોગસ ડોક્ટરો સામે કાર્યવાહીનો સિલસિલો યથાવત છે. ચુડા તાલુકાના છત્રીયાળા ગામે કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વિના છેલ્લા ચાર વર્ષથી ઘરમાં જ દવાખાનું ચલાવી લોકોની સારવાર કરતા શખ્સને સુરેન્દ્રનગર SOG પોલીસે ઝડપી લીધો છે.

મળતી માહિતી મુજબ, હિતેશ કિહકા નામનો યુવક માત્ર કોલેજ સુધી અભ્યાસ કર્યા બાદ જરૂરી તબીબી લાયકાત કે ડિગ્રી વિના જ ઘરમાં દવાખાનું ચલાવતો હતો. તે લાંબા સમયથી લોકોની સારવાર કરી રહ્યો હોવાની માહિતીના આધારે સુરેન્દ્રનગર SOG પોલીસે દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન બોગસ ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી રૂ.15,612ની કિંમતની એલોપેથી દવાઓ સહિતનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો, જેને પોલીસે જપ્ત કર્યો છે.

ચાર વર્ષથી ડિગ્રી વિના લોકોની સારવાર કરી રહેલા શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી માટે કેસ સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો છે. બોગસ ડોક્ટર સામેની આ કાર્યવાહીએ આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉભા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai