ભાયાવદરમાં કોમી એકતાની અનોખી પહેલ: મુસ્લિમ જમાતે સંત શ્રી વિષ્ણુદાસ બાપુનું હાર્દિક સ્વાગત કર્યું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભાયાવદર ઈશ્વરધાર આશ્રમ ખાતે યોજાનાર લોકમેળાના ઉદ્ઘાટન પ્રસંગે પરમ પૂજ્ય સંત શ્રી વિષ્ણુદાસ બાપુ પધારવાના હોવાથી ભાયાવદર મુસ્લિમ જમાત દ્વારા જુમા મસ્જિદ ખાતે તેમનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભાયાવદર મુસ્લિમ જમાતના પ્રમુખ મહમદ પટ્ટા, ઉપપ્રમુખ રહીમ ઘુઘા તેમજ ગુલમામદ ઠેબા, મુનાભાઈ બેકરીવાળા, હશનભાઈ ઠેબા સહિત જમાતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

મુસ્લિમ જમાત દ્વારા સંત શ્રી વિષ્ણુદાસ બાપુનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવતા ભાયાવદરમાં ભાઈચારો, કોમી એકતા અને સદભાવનાનો સુંદર સંદેશ પ્રસર્યો હતો. વિવિધ સમાજો વચ્ચે પરસ્પર પ્રેમ, સન્માન અને એકતાનું આ દૃશ્ય સૌ માટે યાદગાર બન્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai