પાલિતાણામાં જૈન ચાતુર્માસ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીની વિશેષ હાજરી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ પાલિતાણામાં ચાલી રહેલા પવિત્ર જૈન ચાતુર્માસમાં હાજરી આપી હતી. પાલિતાણાના જાલોરી ભુવન ખાતે યોજાયેલા ચાતુર્માસ પ્રસંગે તેમણે ઉપસ્થિત રહી જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

જ્યોતિષ પ્રભાવક પૂજ્ય આચાર્ય શ્રી અરુણોદયસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ, શતવર્ષીય પંચાંગ નિર્માતા પૂજ્ય આચાર્ય શ્રી અરવિંદસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા અધ્યાત્મદેશના દાતા પૂજ્ય આચાર્ય શ્રી અમરપદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં ચાતુર્માસનું આયોજન ચાલી રહ્યું છે.

આ પ્રસંગે હર્ષ સંઘવીએ મહારાજ સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ચાતુર્માસના લાભાર્થી શ્રીમતી કંચનદેવી બસ્તીમલજી મરલેચા પરિવાર દ્વારા સમગ્ર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પાલિતાણામાં ઉપસ્થિત સાધુ-સાધ્વીજી ભગવંતોના દર્શન કરી હર્ષ સંઘવીએ ધન્યતા અનુભવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai