ગોંડલ ચોકડી પાસે છકડો રિક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ: બે શખ્સો પકડાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

PCB પોલીસે રિક્ષામાંથી 480 બોટલ વિદેશી દારૂ, રૂ.1.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

રાજકોટ: ગોંડલ ચોકડી પાસે PCB પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂ ભરેલી છકડો રિક્ષા ઝડપી પાડી હતી. બાતમીના આધારે કારના શો-રૂમ નજીક છકડો રિક્ષા નં. GJ-03-BX-8866ને અટકાવી તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 480 બોટલ મળી આવી હતી.

પોલીસે રૂ.1,60,800ની કિંમતનો દારૂ કબજે કરી વસંત મનોજ માંગરોલીયા અને વિજય મનોજભાઈ માંગરોલીયા (રહે. બુદ્ધનગર, મફતીયાપરા, ભૂમિ ગેટની અંદર, શાપર-વેરાવળ)ને ઝડપી લીધા હતા. બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કામગીરી PCB PI એમ.આર. ગોંડલીયા, PSI પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા સહિતના પોલીસ સ્ટાફે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai