રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ક્રાઈમ બ્રાન્ચે રૂ.20.34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો; ટ્રક ચાલકની ધરપકડ

રાજકોટ-અમદાવાદ હાઈવે પર રામદેવ આઈ માતા હોટેલ સામે ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી દારૂ-બિયર ભરેલો આઈસર ટ્રક ઝડપી લીધો હતો. પોલીસે ટ્રકના ચાલકની ધરપકડ કરી વિદેશી દારૂની 48 બોટલ, બિયરના 216 ટીન અને ટ્રક સહિત કુલ રૂ.20,34,176નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ક્રાઈમ બ્રાન્ચના PSI વી.ડી. રાવલીયાની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ASI સમીરભાઈ શેખ, હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ ડાંગર અને મુકેશભાઈ સબાડને બાતમી મળતાં ટીમે રાજકોટ-અમદાવાદ હાઈવે પર શંકાસ્પદ આઈસર ટ્રક નં. GJ-03-CU-6234ને અટકાવી તપાસ હાથ ધરી હતી.

ટ્રકની તલાશી દરમિયાન વિદેશી દારૂની 48 બોટલ અને બિયરના 216 ટીન મળી આવતાં પોલીસે ગોંડલના ગુંદાસરા ગામમાં રહેતા ભાવેશ ઉર્ફે ધવલ ભીખુ ધામેલિયા (ઉ.વ.32)ની ધરપકડ કરી હતી. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નહેરૂનગરમાંથી પણ દારૂનો જથ્થો ઝડપાયો

બીજી તરફ નહેરૂનગર મેઈન રોડ, શેરી નં.5 ખાતે રહેતા ભાવિન બહાદુરસિંહ દેવડાના (ઉ.વ.27) મકાનમાં LCB ઝોન-2ની ટીમે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન રૂ.23,100ની કિંમતની વિદેશી દારૂની 21 બોટલ મળી આવતાં પોલીસે ભાવિન દેવડાની ધરપકડ કરી હતી.

પોલીસની પૂછપરછ દરમિયાન તેના ભાઈ નીરજ દેવડાનું નામ સામે આવતાં તેને ઝડપી લેવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai