નર્મદા ડેમની સપાટી 137.37 મીટરે પહોંચી, ગુજરાતમાં પાણીની મોટી રાહત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધતા જળસપાટી 137.37 મીટરે પહોંચી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ ડેમમાં 5,345.70 MCM ઉપયોગી લાઈવ સ્ટોરેજ નોંધાયો છે.

ઉપરવાસમાંથી સતત પાણીની આવકને પગલે ડેમમાંથી નદી અને કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. પાવર હાઉસ મારફતે 41,988 ક્યુસેક, જ્યારે મુખ્ય કેનાલ મારફતે 9,224 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. આમ, નદી અને કેનાલ મળીને કુલ 51,212 ક્યુસેક પાણીનો ડિસ્ચાર્જ થઈ રહ્યો છે.

નર્મદા ડેમમાં 137 મીટરથી વધુ સપાટી અને 5,000 MCMથી વધુ લાઈવ સ્ટોરેજ થતાં આગામી શિયાળુ પાક માટે સિંચાઈના પાણી તેમજ પીવાના પાણીની ઉપલબ્ધતામાં મોટી રાહત મળવાની સ્થિતિ સર્જાઈ છે. સાથે જ પાવરહાઉસ કાર્યરત હોવાથી જળવિદ્યુત ઉત્પાદન પણ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai