દેડિયાપાડાની આશ્રમશાળામાં વિચિત્ર ઘટના: એક પછી એક 11 બાળકો ધુણવા લાગ્યા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોસ્કુટ ગામની મહાત્મા ગાંધી આશ્રમશાળામાં શાળાનો સમય પૂર્ણ થયા બાદ અચાનક એક બાળક ધુણવા લાગ્યું હતું. તેને જોઈને થોડી જ વારમાં એક પછી એક કુલ 11 બાળકો ધુણવા લાગતાં શાળામાં દોડધામ મચી ગઈ હતી.

શિક્ષકોએ તાત્કાલિક 108ની મદદથી તમામ બાળકોને દેડિયાપાડા સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનિંગની શક્યતા નકારી કાઢવામાં આવી હતી. તબીબી તપાસ મુજબ કોઈ બાળકને ઉલટી, ઝાડા કે પેટમાં દુખાવા જેવી શારીરિક તકલીફ જોવા મળી નહોતી.

તાલુકા હેલ્થ ઓફિસરના જણાવ્યા મુજબ બાળકો એકબીજાને જોઈને ધુણતા હોવાથી ઘટનાને પાછળ માનસિક કારણ અથવા માસ હિસ્ટેરિયાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વધુ તપાસ અને મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન માટે બાળકોને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. હાલ તમામ બાળકો સ્વસ્થ હોવાનું જણાવાયું છે.

ઘટનાને પગલે ગામમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે. શાળાના શિક્ષકો વચ્ચેના આંતરિક વિવાદને લઈને પણ સ્થાનિક સ્તરે ચર્ચા થઈ રહી છે. વાલીઓ અને ગ્રામજનોએ સમગ્ર મામલે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી હકીકત બહાર લાવવાની માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai