વટવામાં વરસાદ વચ્ચે બે યુવકોના મૃતદેહ મળ્યા, કરંટ લાગ્યાની આશંકા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદ : વટવા વિસ્તારમાં ગામડી તરફ જવાના માર્ગ પરથી ચાલુ વરસાદ વચ્ચે બે યુવકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. બંને યુવકો 17 સપ્ટેમ્બરે એસી રિપેરિંગના કામે જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. બીજા દિવસે સવારે તેમના મૃતદેહ મળી આવ્યા હતા. બંનેના શરીર પર ઈજાના કોઈ સ્પષ્ટ નિશાન મળી આવ્યા નથી.

મળતી માહિતી મુજબ, શાહવાડી-નારોલ વિસ્તારમાં રહેતા 27 વર્ષીય રજનીકાંત ચૌહાણ અને જમાલપુરમાં રહેતા 37 વર્ષીય દિપક પરમાર મિત્રો હતા. બંને 17 સપ્ટેમ્બરે બાઈક પર એસી રિપેરિંગના કામે જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ 18 સપ્ટેમ્બરની સવારે વટવા પોલીસને ગામડી તરફ જવાના રસ્તા પર બે યુવકોના મૃતદેહ પડ્યા હોવાની જાણ થઈ હતી.

માહિતી મળતા વટવા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન બંનેના શરીર પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નહોતા. ઘટનાસ્થળે વરસાદ વચ્ચે વીજ કરંટ લાગ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે ત્યાંથી કોઈ જીવંત વીજ વાયર મળી આવ્યો નથી.

પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ અને FSL રિપોર્ટ આવ્યા બાદ જ બંને યુવકોના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. બીજી તરફ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને બંને યુવકોની હિલચાલ જાણવા માટે આસપાસના CCTV ફૂટેજ તથા મોબાઈલ લોકેશનની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai