રાજકોટમાં પાલતુ પ્રાણીઓ માટે અલાયદા સ્મશાનની માંગ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રોશની કમિટી ચેરમેન પરેશ ઠાકરે કમિશનરને પત્ર લખ્યો, પશુપ્રેમીઓની મુશ્કેલી દૂર કરવા વ્યવસ્થા ઉભી કરવા માંગ

રાજકોટમાં પાલતુ પ્રાણીઓના અંતિમ સંસ્કાર માટે અલાયદું સ્મશાન બનાવવાની માંગ ઉઠી છે. રોશની કમિટી ચેરમેન પરેશ ઠાકરે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને પત્ર પાઠવી યોગ્ય સ્થળે જરૂરી સુવિધાઓ સાથે સ્મશાન વિકસાવવા રજૂઆત કરી છે.

કૂતરા, બિલાડી સહિતના પાલતુ પ્રાણીઓને પરિવારના સભ્ય સમાન રાખતા પરિવારોને તેમના મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર માટે યોગ્ય વ્યવસ્થાના અભાવે મુશ્કેલી પડતી હોવાનો મુદ્દો રજૂઆતમાં ઉઠાવવામાં આવ્યો છે. મનપા દ્વારા નિયમિત અને વ્યવસ્થિત અંતિમ સંસ્કારની સુવિધા ઊભી કરવાની માંગ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai