ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ, સિઝનમાં 89% વરસાદ નોંધાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વિદાય પહેલાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ બાદ હવે રાજસ્થાન પછી ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી પણ ચોમાસું પાછું ખેંચાવા લાગ્યું છે. વરસાદનું જોર ઘટ્યું છે અને અનેક શહેરોમાં તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે.

હવામાન વિભાગ મુજબ ચોમાસાની વિદાય રેખા ડીસા અને નલીયા સુધી પહોંચી છે, જેના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન ઉત્તર આંધ્રપ્રદેશના કાંઠા નજીક કેન્દ્રિત છે અને આગામી 12 કલાકમાં નબળું પડવાની શક્યતા છે.

દરમિયાન છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના ઉનામાં 2.72 ઇંચ અને અમરેલીના રાજુલામાં 2.60 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના કુલ 47 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ થયો હતો.

ગુજરાતમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 810 મીમી એટલે કે 89% નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 114%, મધ્ય ગુજરાતમાં 89%, સૌરાષ્ટ્રમાં 71.2%, ઉત્તર ગુજરાતમાં 71% અને કચ્છમાં 57.6% વરસાદ નોંધાયો છે.

ભુજમાં 39.5 ડિગ્રી, ગરમીનો પારો ઊંચકાયો

ચોમાસાની વિદાય સાથે રાજ્યમાં તાપમાનનો પારો પણ ઊંચકાયો છે. ભુજમાં 39.5 ડિગ્રી સાથે સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં 37.5, અમદાવાદમાં 36.2, વડોદરામાં 36.4, ભાવનગરમાં 38.6, ગાંધીનગરમાં 36 અને કંડલામાં 36.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai