ડિજિટલ એરેસ્ટ કૌભાંડમાં ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

‘સુફિયાણી વાતો છોડો, પરિણામલક્ષી કામ કરો’; સાયબર પોલીસની તપાસ સામે કોર્ટની આકરી ટકોર

અમદાવાદઃ ડિજિટલ એરેસ્ટના નામે સિનિયર સિટીઝનો સાથે થતી કરોડોની છેતરપિંડીના મામલે ગુજરાત હાઈકોર્ટે સાયબર પોલીસની તપાસ સામે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. આરોપીની જામીન અરજીની સુનાવણી દરમિયાન જસ્ટિસ નિખિલ એસ. કેરીયલે પોલીસને ‘સુફિયાણી વાતો અને ફિલોસોફી છોડીને પરિણામલક્ષી કામગીરી’ કરવા ટકોર કરી હતી.

કોર્ટે જણાવ્યું હતું કે પોલીસનું મુખ્ય ધ્યાન પીડિત સિનિયર સિટીઝનોના નાણાં રિકવર કરાવવા અને મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા પર હોવું જોઈએ. માત્ર મ્યુલ એકાઉન્ટ ધારકોને પકડીને તપાસ આગળ વધાર્યાના દાવા કરવા પૂરતા નથી.

કોર્ટે ₹60 લાખ ગુમાવનાર પીડિતના કેસમાં એક આરોપી પાસેથી ₹10 લાખ રિકવર થયા હોવા છતાં રકમ પરત કેમ અપાઈ નથી તે અંગે પણ સવાલ ઉઠાવ્યો હતો. મુખ્ય આરોપી મોહમ્મદ દાનિશ દ્વારા મ્યુલ એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવતા હોવાની માહિતી હોવા છતાં પોલીસ તેના સુધી પહોંચી શકી નથી તે અંગે પણ કોર્ટે ગંભીર નોંધ લીધી હતી.

હાઈકોર્ટે તપાસ અધિકારીને નાણાં કયા બેંક ખાતામાંથી કયા ખાતામાં ટ્રાન્સફર થયા અને સમગ્ર કૌભાંડમાં કોની સંડોવણી છે તેનો સંપૂર્ણ ચાર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે. સાથે જ કૌભાંડ સાથે સંકળાયેલા તમામ લોકોને કેસમાં પક્ષકાર બનાવવાની સૂચના આપી છે.

30 સપ્ટેમ્બરે તપાસ અધિકારીને રૂબરૂ હાજર રહેવાનો આદેશ આપતાં હાઈકોર્ટે સિનિયર સિટીઝનોને આવી છેતરપિંડીથી બચાવવા અસરકારક વ્યવસ્થા ઊભી કરવા પણ ભાર મૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai