કુવાડવા રોડ પર દારૂના જથ્થા સાથે કારખાનેદાર ઝડપાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ઓડી શો-રૂમ સામેની દુકાનમાંથી 1,392 બોટલ દારૂ જપ્ત, ₹5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

રાજકોટઃ કુવાડવા રોડ પર ઓડીના શો-રૂમ સામે સદગુરુ એસ્ટેટમાં ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી દારૂના મોટા જથ્થા સાથે એક કારખાનેદારને ઝડપી લીધો છે. પોલીસે 1,392 બોટલ દારૂ, બાઈક સહિત ₹5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સદગુરુ એસ્ટેટની દુકાન નં. 13માં દરોડો પાડ્યો હતો. અહીંથી લાલજી ઉર્ફે લાલો જગદીશ ડાભી (ઉંમર 33) ઝડપાયો હતો. પોલીસે જપ્ત કરેલા દારૂની કિંમત આશરે ₹4.44 લાખ હોવાનું જણાવ્યું છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે લાલો ઇમિટેશનની ભઠ્ઠી અને કારખાનું ચલાવતો હતો. તેણે બુટલેગર પરષોતમ ઉર્ફે ગુગા જાદવ કુમારખાણીયા સાથે મળીને દુકાન ભાડે રાખી હતી અને ચાર દિવસ પહેલાં દારૂનો મોટો જથ્થો મંગાવી છૂટક વેચાણ શરૂ કર્યું હતું.

દરોડા દરમિયાન લાલો ઝડપાઈ ગયો હતો, જ્યારે પરષોતમ ઉર્ફે ગુગા ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. બંને વિરુદ્ધ અગાઉ પણ દારૂ સહિતના વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai