ગુજરાતના કચ્છથી બિહાર સુધીની રેલ કનેક્ટિવિટીમાં વધારો થવા જઈ રહ્યો છે. ભારતીય રેલવે દ્વારા ભુજ અને બરૌની વચ્ચે નવી ત્રિ-સાપ્તાહિક અમૃત ભારત એક્સપ્રેસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આશરે 2,532 કિ.મી.નું અંતર કાપતી આ ટ્રેન ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારને સીધી રેલ કનેક્ટિવિટી આપશે.
ભુજથી અઠવાડિયામાં 3 દિવસ દોડશે
ટ્રેન નંબર 19427 ભુજ-બરૌની અમૃત ભારત એક્સપ્રેસ ભુજથી સાંજે 5:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 4:05 વાગ્યે બરૌની પહોંચશે. આ ટ્રેન સોમવાર, બુધવાર અને શનિવારે દોડશે.
જ્યારે પરત ફરતી ટ્રેન નંબર 19428 બરૌની-ભુજ અમૃત ભારત એક્સપ્રેસ બરૌનીથી રાત્રે 11:55 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે 1:15 વાગ્યે ભુજ પહોંચશે. પરતની સેવા મંગળવાર, ગુરુવાર અને શનિવારે ચલાવવામાં આવશે.
અમદાવાદ સહિત અનેક મહત્વના સ્ટેશનો પર સ્ટોપ
નવી અમૃત ભારત એક્સપ્રેસના કોમર્શિયલ સ્ટોપેજમાં સામખિયાળી, અમદાવાદ, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, ભરતપુર, મથુરા, હાથરસ, બરેલી, ઇઝ્ઝતનગર, પીલીભીત, લખીમપુર, ગોંડા, ગોરખપુર, સિવાન, છપરા, હાજીપુર, મુઝફ્ફરપુર અને સમસ્તીપુર સહિતના મહત્વના સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નવી ટ્રેન શરૂ થતાં કચ્છ અને ગુજરાતમાંથી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ તથા બિહાર તરફ મુસાફરી કરતા મુસાફરોને વધુ એક સીધી રેલ સેવા મળશે. ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરો માટે આ નવી કનેક્ટિવિટી ઉપયોગી બની શકે છે.










