સોનામાં ₹4,000, ચાંદીમાં ₹8,500નો કડાકોઃ બ્રેન્ટ ક્રૂડ $108ને પાર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

શેરબજારમાં કડાકા વચ્ચે સોના-ચાંદી, ક્રૂડ ઓઇલ અને રૂપિયાના બજારમાં પણ ભારે ઉથલપાથલ જોવા મળી હતી. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો હતો, જ્યારે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો.

બ્રેન્ટ ક્રૂડ 3 ટકાથી વધુ વધીને 108 ડોલરની સપાટી પાર કર્યા બાદ 107.70 ડોલર પર જોવા મળ્યું હતું. જ્યારે WTI ક્રૂડ પણ 3 ટકાથી વધુ ઉછળીને 95.49 ડોલર થયું હતું. ક્રૂડના વધતા ભાવને કારણે ભારતીય અર્થતંત્ર પર દબાણ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બીજી તરફ, વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં એક જ દિવસમાં આશરે 140 ડોલરનો ઘટાડો નોંધાયો હતો. ભારતમાં હાજર સોનું આશરે ₹3,800 ઘટીને ₹1,52,100 અને વાયદામાં ₹4,000ના ઘટાડા સાથે ₹1,46,875 પર પહોંચ્યું હતું.

ચાંદીમાં પણ ભારે ઘટાડો નોંધાયો હતો. હાજર ચાંદી ₹8,500 ઘટીને ₹2,29,500 અને વાયદાની ચાંદી ₹7,900 ઘટીને ₹2,26,760 પર આવી હતી.

કરન્સી માર્કેટમાં પણ રૂપિયો નબળો પડ્યો હતો. ડોલર સામે રૂપિયો 15 પૈસા ઘટીને 95.98ના સ્તરે પહોંચ્યો હતો. આમ, એક તરફ ક્રૂડના ભાવમાં તેજી અને બીજી તરફ સોના-ચાંદી તથા રૂપિયામાં ભારે વધઘટને કારણે બજારમાં અસ્થિરતા જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai