ગુજરાતના પોલીસ વડાનું કાર્યાલય બન્યું ફરિયાદ નિવારણનું કેન્દ્રઃ 310 ફરિયાદોમાંથી 28માં FIR

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાતના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક અને લો એન્ડ ઓર્ડર ડીજીપી રાજકુમાર પાંડિયનના માર્ગદર્શન હેઠળ DGPના જનસંપર્ક કાર્યાલયમાં નાગરિકોની ફરિયાદોનું સમયબદ્ધ અને પરિણામલક્ષી નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે.

4 ફેબ્રુઆરી 2026થી કાર્યરત આ કાર્યાલયમાં માત્ર 8 મહિનામાં સમગ્ર ગુજરાતમાંથી આશરે 310 અરજદારોએ રૂબરૂ મુલાકાત લઈ પોતાની ફરિયાદો રજૂ કરી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારો હોય કે દક્ષિણ ગુજરાતના છેવાડાના ગામડાં, અરજદારોની રજૂઆતોને ગંભીરતાથી સાંભળી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જનસંપર્ક કાર્યાલયમાં મળેલી અરજીઓને માત્ર સંબંધિત કચેરીઓમાં મોકલવાને બદલે તથ્યો અને પુરાવાના આધારે તપાસ કરવામાં આવે છે. ગંભીર અને તથ્યપૂર્ણ જણાયેલી ફરિયાદોમાં સંબંધિત પોલીસ સ્ટેશનો મારફતે 28 FIR દાખલ કરવામાં આવી છે.

આ ઉપરાંત આશરે 67 અરજીઓમાં ઉચ્ચ સ્તરેથી સ્ટેટસ રિપોર્ટ મંગાવીને એન્ડ-ટુ-એન્ડ ફોલોઅપ કરવામાં આવ્યું છે, જેથી ફરિયાદની કાર્યવાહી કયા તબક્કે પહોંચી છે તેની સતત દેખરેખ રાખી શકાય.

બીજી તરફ, તપાસ દરમિયાન બદઇરાદાપૂર્વક અથવા ખોટી રજૂઆત કરનાર 8 અરજદારો સામે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે. જનસંપર્ક કાર્યાલયની આ કામગીરીનો હેતુ નાગરિકોની ફરિયાદોનું યોગ્ય રીતે નિરાકરણ લાવવા સાથે પોલીસ વ્યવસ્થામાં જવાબદારી અને પારદર્શિતા જાળવવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai