ધ્રાંગધ્રામાં ફિલ્મી ઢબે દારૂ ભરેલી કારનો પીછો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

205 બોટલ વિદેશી દારૂ સાથે 2 આરોપી ઝડપાયા, કાર-મોબાઇલ સહિત ₹7.11 લાખનો મુદ્દામાલ કબજે

ધ્રાંગધ્રા હાઈવે પર તાલુકા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. વાહનમાંથી 205 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા હતા.

પોલીસે હમીરસિંહ ભવરસિંહ રાઠોડ અને સુખરામ રાયમાલરામ મેઘવાલને ઝડપી લીધા હતા. કારમાંથી રૂ.1.90 લાખની કિંમતનો દારૂ, આશરે રૂ.5 લાખની કાર અને રૂ.10 હજારના બે મોબાઇલ ફોન મળી કુલ રૂ.7.11 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ મોટાભાગની બોટલો મોંઘી કિંમતની હોવાથી દારૂ કોઈ પાર્ટી માટે મંગાવવામાં આવ્યો હોવાની આશંકા છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai