નવી સીઝન શરૂ થવા પહેલાં ખાદ્યતેલના બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટના તેલબજારમાં આજે સીંગતેલના ડબ્બાના ભાવમાં વધુ રૂ.15નો ઘટાડો નોંધાયો હતો.
સીંગતેલ ડબ્બાનો ભાવ રૂ.2,890થી રૂ.2,940 રહ્યો હતો. જ્યારે કપાસિયા તેલના ભાવ પણ રૂ.15 ઘટીને રૂ.2,620થી રૂ.2,670 થયા હતા. પામોલીન તેલના ડબ્બામાં રૂ.5નો ઘટાડો નોંધાયો હતો.
વેપારીઓના જણાવ્યા મુજબ આગામી થોડા દિવસોમાં નવી સીઝન શરૂ થવાની છે. ઉપરાંત સરકારે આયાત જકાતમાં ઘટાડો કર્યો હોવાથી બજારમાં મંદીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તહેવારો નજીક હોવા છતાં હાલના સંજોગોમાં ખાદ્યતેલના ભાવમાં તેજી આવવાની શક્યતા ઓછી હોવાનું વેપારીઓનું માનવું છે.










