ગુજરાતના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન વાઘાણીએ PM મોદીને કાઠિયાવાડી પાઘડી પહેરાવી હતી. બંને વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા પણ થઈ હતી.
જીતુ વાઘાણીએ સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે મુલાકાતની જાણકારી આપતાં જણાવ્યું કે, વડાપ્રધાનનું સ્નેહ, આશીર્વાદ અને માર્ગદર્શન મળવું તેમના માટે ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયી રહ્યું.
વાઘાણી દિલ્હીમાં યોજાયેલી ‘રાષ્ટ્રીય કૃષિ પરિષદ-રવિ અભિયાન 2026’માં ભાગ લેવા પહોંચ્યા હતા. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયેલી પરિષદમાં રવિ સિઝનની તૈયારીઓ, ઘઉં-ચણા સહિતના પાકનું ઉત્પાદન વધારવા, ગુણવત્તાયુક્ત બિયારણ-ખાતરની ઉપલબ્ધતા તેમજ ડ્રોન ટેકનોલોજી, ડિજિટલ કૃષિ અને પ્રાકૃતિક ખેતીના વિસ્તરણ અંગે ચર્ચા થઈ હતી.










