લીંબડી પોલીસની મોટી કાર્યવાહી: વિઠ્ઠલગઢ ચેકપોસ્ટ પરથી પિસ્તોલ-કારતૂસ સાથે ત્રણ આરોપી ઝડપાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મોટા ટિંબલા ગામે ફાયરિંગ કરી કારના કાચ તોડવાનો આરોપ, બ્રેઝા કાર સહિતનો મુદ્દામાલ કબજે

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાની વિઠ્ઠલગઢ ચેકપોસ્ટ પરથી લીંબડી પોલીસે પિસ્તોલ અને કારતૂસ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ મોટા ટિંબલા ગામે એક વ્યક્તિને જાનથી મારી નાખવાના ઇરાદે પિસ્તોલથી ત્રણ વખત ફાયરિંગ કર્યું હતું, જેમાં એક વખત ફાયરિંગ મિસ થયું હતું. આ ઉપરાંત છરી વડે કારનો કાચ તોડીને ભયનો માહોલ ઊભો કર્યો હોવાનો પણ આરોપ છે.

ઘટના બાદ આરોપીઓ ફોરવ્હીલર કારમાં નાસી છૂટવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દરમિયાન સુરેન્દ્રનગર ટેકનિકલ સેલની મદદથી પોલીસે મયુરસિંહ કાળુભા ઝાલા, શક્તિસિંહ જગદીશસિંહ રાણા અને જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ રાણાને ઝડપી લીધા હતા.

પોલીસે જયદીપસિંહ પાસેથી ગુનામાં વપરાયેલી પિસ્તોલ, એક જીવિત કારતૂસ, બે ખાલી કારતૂસ, છરી અને બ્રેઝા કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. લીંબડી પીઆઈ જી.બી. પરમાર, પીએસઆઈ વી.એમ. કોડિયાતર, પીએસઆઈ એમ.એમ. બારિયા સહિતની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai