રાજકોટમાં એમ.ડી. ડ્રગ્સ સાથે કુખ્યાત પેડલર સહિત બે શખ્સો ઝડપાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદથી ડ્રગ્સ લાવી છૂટક વેચાણ કરે તે પહેલાં એસઓજીની કાર્યવાહી, રૂ. 6.66 લાખનો મુદ્દામાલ કબજે

રાજકોટના બેડી ચોકડીથી ભગવતીપરા તરફના રસ્તે બાપા સીતારામ ટી સ્ટોલ પાસે એસઓજીની ટીમે કારમાં સવાર બે શખ્સોને 18.77 ગ્રામ મેફેડ્રોન (એમ.ડી. ડ્રગ્સ) સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે ડ્રગ્સ, મોબાઇલ, કાર અને રોકડ સહિત કુલ રૂ. 6,66,940નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, બંને શખ્સો અમદાવાદથી ડ્રગ્સ લાવી રાજકોટમાં છૂટક વેચાણ કરવાની તૈયારીમાં હતા.

પકડાયેલા આરોપીઓમાં મૌલિક જેઠવા અને ગૌરાંગ પરડવાનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે મૌલિક સામે અગાઉ પણ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. બંને આરોપીઓ પાસેથી રૂ. 53,310ની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું. આ મામલે બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દોઢ મહિના પહેલાં જ જેલમાંથી છૂટ્યો હતો મૌલિક

પોલીસના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં એસઓજીની ટીમે મૌલિકને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પંચાયત ચોક પાસેથી 40 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે પકડ્યો હતો. આ કેસમાં જેલમાં રહેલો મૌલિક આશરે દોઢ મહિના પહેલાં જ મુક્ત થયો હતો. ત્યારબાદ ફરીથી ડ્રગ્સના વેપારમાં સક્રિય થયો હોવાની પોલીસને આશંકા છે. વેરાવળના વતની બંને મિત્રો અમદાવાદથી ડ્રગ્સ લાવી રાજકોટમાં વેચાણ કરે તે પહેલાં જ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai