મુંબઈ ક્રાઇમ બ્રાંચના નામે ડરાવી નિવૃત્ત શિક્ષક સાથે ₹21.50 લાખની ઠગાઈ, આધાર કાર્ડનો ખોટો ઉપયોગ થતો હોવાની આપી ધમકી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સાયબર ઠગોએ પોલીસ અધિકારી હોવાનો ઢોંગ કરીને 77 વર્ષના નિવૃત્ત શિક્ષકને નિશાન બનાવ્યા હતા. આધાર કાર્ડનો ઉપયોગ મની લોન્ડરિંગ અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં થઈ રહ્યો હોવાની ધમકી આપી ઠગોએ તેમની પાસેથી ₹21.50 લાખ પડાવ્યા હતા. આ મામલે કાંતિલાલ ઠક્કરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, 6થી 12 ઑક્ટોબર દરમિયાન ઠગોએ કાંતિલાલને વોટ્સએપ વીડિયો કોલ કરીને પોતાની ઓળખ મુંબઈ ક્રાઇમ બ્રાંચના અધિકારી તરીકે આપી હતી. તેમના આધાર કાર્ડના આધારે ખોટું સિમ કાર્ડ અને કેનેરા બેંકમાં ખાતું ખોલવામાં આવ્યું હોવાનો દાવો કરી ધરપકડનો ડર બતાવ્યો હતો.

ઠગોએ વિશ્વાસમાં લેવા માટે મુંબઈ પોલીસ, ED, રિઝર્વ બેંક અને સુપ્રીમ કોર્ટના નામે નકલી દસ્તાવેજો પણ મોકલ્યા હતા. બેંક ખાતામાં રહેલી રકમની ચકાસણી કરાવવાના બહાને કાંતિલાલ પાસેથી 8 ઑક્ટોબરે ₹15 લાખ અને 9 ઑક્ટોબરે ₹6.50 લાખ એમ કુલ ₹21.50 લાખ RTGS મારફતે અલગ-અલગ ખાતાંમાં ટ્રાન્સફર કરાવ્યા હતા.

રકમ મેળવ્યા બાદ ઠગોએ નકલી પહોંચ મોકલી સંપર્ક બંધ કરી દીધો હતો. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતાં નિવૃત્ત શિક્ષકે સાયબર ક્રાઇમનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. પોલીસ કે તપાસ એજન્સીના નામે ધરપકડનો ડર બતાવી નાણાં ટ્રાન્સફર કરાવવાની આવી ઘટનાઓ સામે નાગરિકોએ સાવચેત રહેવું જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai