ખાદ્યતેલના ભાવમાં ભડકો: સીંગતેલના ડબ્બે વધુ ₹30નો વધારો, એક સપ્તાહમાં ₹120 મોંઘું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાજકોટ સહિત રાજ્યના બજારોમાં ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સીંગતેલના ડબ્બાના ભાવમાં વધુ ₹30નો ઉછાળો નોંધાતાં ગ્રાહકો પર મોંઘવારીનો બોજ વધ્યો છે. રાજકોટમાં 10 કિલો લૂઝ સીંગતેલનો ભાવ વધીને ₹1,800 થયો છે, જે અગાઉ ₹1,750થી ₹1,775 હતો. ટેક્સપેઇડ સીંગતેલના ડબ્બાનો ભાવ પણ વધીને ₹2,985થી ₹3,035 થયો છે.

અન્ય ખાદ્યતેલોમાં પણ ભાવવધારો જોવા મળ્યો છે. કપાસિયા તેલના ડબ્બામાં ₹10નો વધારો થતાં ભાવ ₹2,625થી ₹2,685 થયા છે, જ્યારે પામોલીન તેલનો ભાવ ₹5 વધીને ₹2,320થી ₹2,325 થયો છે. સીંગતેલના ડબ્બામાં એક જ સપ્તાહમાં ₹120નો વધારો નોંધાયો છે. આ ઉપરાંત કપાસિયા તેલમાં ₹40 અને રાયડાના તેલમાં ₹50નો ઉછાળો આવ્યો છે.

વેપારીઓના જણાવ્યા અનુસાર, મગફળીના ઓછા પાક અને બજારમાં આવકોનું દબાણ ન હોવાને કારણે સીંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તેલ મિલોમાં પણ ઉત્પાદન મર્યાદિત હોવાનું અને તહેવારોને કારણે બજારમાં ઘરાકી સારી રહેતી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. આ પરિબળોને પગલે ખાદ્યતેલના ભાવમાં તેજી યથાવત રહેવાની સ્થિતિ જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai