રાવલના રહેણાંક વિસ્તારમાંથી રૂ. 4.17 લાખના ફટાકડા ઝડપાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મંજૂરી અને ફાયર સેફ્ટીની વ્યવસ્થા વિના ફટાકડાનો જથ્થો સંગ્રહવાનો મામલો: વેપારીની અટકાયત, કલ્યાણપુર પોલીસે ગુનો નોંધ્યો

દેવભૂમિ દ્વારકાઃ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં રહેણાંક વિસ્તારમાં મંજૂરી વિના અને સુરક્ષાનાં જરૂરી સાધનો વગર સંગ્રહિત કરાયેલા રૂ. 4,16,578ની કિંમતના ફટાકડા પોલીસે કબજે કર્યા છે. આ મામલે કાપડના વેપારીની અટકાયત કરી તેની સામે સ્ફોટક અધિનિયમ તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, કલ્યાણપુરના ઇન્ચાર્જ પી.આઈ. એમ.આર. સવસેટાની ટીમ સોમવારે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે રાવલ ગામના હનુમાનધાર વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીં રહેતા 30 વર્ષીય જીતેશ ઉર્ફે જીતુ ઉર્ફે સંજય લખમણભાઈ વાઘેલાના મકાનમાંથી ફટાકડાનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, રહેણાંક મકાનમાં ફાયર સેફ્ટી સહિતની જરૂરી સુરક્ષા વ્યવસ્થા વિના ફટાકડાનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો. આ રીતે સંગ્રહ કરવાથી માનવજીવનને જોખમ ઊભું થઈ શકે તેમ હોવાથી પોલીસે રૂ. 4.17 લાખથી વધુની કિંમતના ફટાકડા કબજે કર્યા હતા.

આ મામલે વેપારી સામે કલ્યાણપુર પોલીસ મથકમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી ઇન્ચાર્જ પી.આઈ. એમ.આર. સવસેટાની આગેવાની હેઠળ હરદેવસિંહ જાડેજા, ભરતજી રાણાજી ઓડેદરા, નેભાભાઈ બારડ, રામભાઈ વરવા અને મુન્નાભાઈ લગારિયા સહિતના પોલીસ કર્મચારીઓએ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai