45 દિવસમાં 18,197 ગામોના 95 લાખથી વધુ સર્વે પ્લોટ આવરી લેવાશે
ગાંધીનગર: ગુજરાતમાં ખરીફ-2026 સીઝન માટે 15 ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વે શરૂ કરવામાં આવશે. એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ હાથ ધરાનાર આ સર્વે 30 સપ્ટેમ્બર, 2026 સુધી 45 દિવસ ચાલશે.
રાજ્યના 18,197 ગામોના 95 લાખથી વધુ સર્વે પ્લોટને સર્વેમાં આવરી લેવામાં આવશે. નિયુક્ત સર્વેયરો ખેતરોની રૂબરૂ મુલાકાત લઈને વાવેતર કરાયેલા પાકની માહિતી જીઓ-ટેગ્ડ ફોટોગ્રાફ્સ સાથે ડિજિટલ એપ્લિકેશનમાં અપલોડ કરશે.
ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધાયેલા ખેડૂતો સર્વેયરની રાહ જોયા વિના પોતાના મોબાઈલથી ‘ડિજિટલ ક્રોપ સર્વે’ એપ્લિકેશન મારફતે પણ પાકની નોંધણી કરી શકશે.
ખેતી નિયામકની કચેરી દ્વારા ખેડૂતોને 30 સપ્ટેમ્બર સુધીમાં પોતાના તમામ સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે પૂર્ણ કરવા અપીલ કરવામાં આવી છે.










