ગુરગઢની સીમમાં વાડીની ઓરડીમાં જુગારધામ પર LCBનો સપાટોઃ 9 જુગારીઓ ઝડપાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શ્રાવણ માસ દરમિયાન જુગાર સામે પોલીસની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામની સીમમાં વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર LCBની ટીમે દરોડો પાડીને 9 શખ્સોને ઝડપી પાડ્યા હતા.

બાતમીના આધારે LCBની ટીમે દરોડો પાડતાં સ્થળ પરથી રૂ. 40,500 રોકડ, 8 મોબાઇલ ફોન અને 5 મોટરસાયકલ મળી આવી હતી. આ ઉપરાંત ઇલેક્ટ્રિક પંપ, LED લાઈટ સહિતનો સામાન મળી પોલીસે કુલ રૂ. 2,11,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ તપાસમાં રણજીતપુર ગામનો રાજેશ ઉર્ફે રાજુ મેરામણ સુવા પોતાની વાડીની ઓરડીમાં બહારથી લોકોને બોલાવી જુગાર રમાડતો હોવાનું સામે આવ્યું હતું. જુગારીઓ માટે લાઈટ, પાણી અને જુગારના સાધનોની વ્યવસ્થા કરી તેના બદલામાં નાલ વસૂલાતી હોવાની માહિતી પણ મળી હતી.

દરોડા દરમિયાન રાજેશ ઉર્ફે રાજુ સહિત રફીક અકબર શેખ, ભરત અરશી સુવા, મશરી દવુ કરમુર, ધરણાત લખુ સુવા, નેભા ઉર્ફે નયન વજશી સુવા, આદમ અબુ રૂંજા, બશીર જુસબ મંધરા અને જેઠા હમીર સુવા ઝડપાયા હતા.

સ્થળ પર ગંજીપાનાથી જુગાર રમાતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LCBના દરોડાથી ગુરગઢની સીમમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ થતાં જુગારિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai