સૌરાષ્ટ્ર-ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ માટે હજુ એક સપ્તાહ રાહ : હાલ વરસાદી વિરામ યથાવત રહેવાની આગાહી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાતમાં છેલ્લા 8થી 10 દિવસથી વરસાદી વિરામની સ્થિતિ જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં અથવા હળવો વરસાદ થઈ રહ્યો છે, પરંતુ સાર્વત્રિક અને નોંધપાત્ર વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે 24 ઓગસ્ટ સુધીની આગાહીમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં હાલની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.

તેમના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં આઇસોલેટેડથી લઈને ક્યારેક છૂટાછવાયો વરસાદ જોવા મળી શકે છે. જોકે નોંધપાત્ર વરસાદની શક્યતા ખાસ નથી.

બંગાળની ખાડીનું ડિપ્રેશન ઝારખંડ તરફ આગળ વધશે

હવામાન પરિબળોના વિશ્લેષણ મુજબ, ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને પશ્ચિમ બંગાળ-ઉત્તર ઓડિશાના દરિયાકાંઠા નજીક સર્જાયેલું લો-પ્રેશર એરિયા હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. આ સિસ્ટમ કોલકાતા નજીક કેન્દ્રિત હતી અને આગામી 24 કલાક દરમિયાન ગંગીય પશ્ચિમ બંગાળમાંથી પસાર થઈ ઝારખંડ તરફ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાની શક્યતા છે.

બીજી તરફ, મોન્સૂન ટ્રફ ફિરોઝપુર, દેહરાદૂન, બરેલી, સુલતાનપુર, ડાલ્ટનગંજ અને જમશેદપુર થઈને બંગાળની ખાડીના ડિપ્રેશનના કેન્દ્ર સુધી વિસ્તરેલો છે.

ગુજરાતમાં ઉપર-હવાનું પરિભ્રમણ રાજસ્થાન તરફ ખસ્યું

ગુજરાત રાજ્ય પર અગાઉ રહેલું ઉપર-હવાનું ચક્રાકાર પરિભ્રમણ હવે દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં સ્થિત છે. જ્યારે શીયર ઝોન મધ્ય અને ઉત્તર દ્વીપકલ્પીય ભારતના વિસ્તારોમાંથી પસાર થઈ રહ્યો છે.

જમ્મુ ડિવિઝન અને આસપાસના વિસ્તારોમાં પણ ઉપર-હવાનું ચક્રાકાર પરિભ્રમણ યથાવત છે.

હાલની સ્થિતિ જોતા સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે, પરંતુ સાર્વત્રિક અને નોંધપાત્ર વરસાદ માટે હજુ રાહ જોવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai