હળવદમાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું : બ્રાહ્મણી નદીપટમાંથી રૂ.40 લાખનું એક્સકેવેટર સીઝ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન સામે ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગે કાર્યવાહી કરી છે. ચાડધ્રા ગામ નજીક બ્રાહ્મણી નદીપટ વિસ્તારમાં વિભાગની ટીમે અચાનક તપાસ કરતાં બિનઅધિકૃત રીતે સાદી રેતીનું ખનન થતું હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી આશરે રૂ.40 લાખની કિંમતનું હ્યુન્ડાઈ કંપનીનું એક્સકેવેટર મશીન સીઝ કરવામાં આવ્યું છે.

ભૂસ્તરશાસ્ત્રી જગદીશ એસ. વાઢેરના માર્ગદર્શન હેઠળ વિભાગની તપાસ ટીમે ચાડધ્રા ગામના બ્રાહ્મણી નદીપટ વિસ્તારમાં દરોડા સમાન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રેતી ખનિજના બિનઅધિકૃત ખનન માટે પીળા રંગનું હ્યુન્ડાઈ કંપનીનું મશીન ઉપયોગમાં લેવાતું મળી આવ્યું હતું.

વિભાગે તાત્કાલિક મશીનને કબજે લઈને હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં મુક્યું છે. તપાસ દરમિયાન સીઝ કરાયેલ એક્સકેવેટર મશીન ગોપાલ નારણભાઈ ઝાપડા, રહે. નાના કેરાળા, તાલુકો વઢવાણના નામે હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર મામલે ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઈલીગલ માઈનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-2017 હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai