અમરેલી: અમરેલી જિલ્લાના લાઠી ખાતે પધારેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહનું હેલીપેડ ખાતે સ્થાનિક ભાજપના આગેવાનો અને પદાધિકારીઓ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આગેવાનોએ તેમનું અભિવાદન કરી આવકાર વ્યક્ત કર્યો હતો.
અમિતભાઈ શાહના સ્વાગત પ્રસંગે અમરેલીના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, ઉર્જા-પેટ્રોકેમિકલ્સ મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરીયા, સંગઠન પ્રભારી અભયસિંહ ચૌહાણ, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, હિરાભાઈ સોલંકી, જનકભાઈ તળાવીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ માંજરીયા, રાજુભાઈ ભૂતૈયા, ચેતનભાઈ શિયાળ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવડીયા સહિત સ્થાનિક સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રીના આગમનને લઈને લાઠી ખાતે સ્થાનિક ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. હેલીપેડ ખાતે સ્વાગત બાદ આગેવાનો દ્વારા વિવિધ મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.










