ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ 13.48 મિમી વરસાદની ઘટ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાજ્યમાં સિઝનનો 87.34 ટકા વરસાદ; વડોદરા જિલ્લામાં સરેરાશ 614.13 મિમી વરસાદ નોંધાયો

વડોદરા જિલ્લા કંટ્રોલરૂમ દ્વારા આજે બપોરે 12 વાગ્યે જાહેર કરાયેલા આંકડા મુજબ જિલ્લામાં સવારથી છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સરેરાશ 14.5 મિમી વરસાદ નોંધાયો છે. ડેસરમાં સૌથી વધુ 25 મિમી, જ્યારે ડભોઈમાં 23 મિમી વરસાદ નોંધાયો હતો.

તાલુકાવાર જોઈએ તો સાવલીમાં 10, વાઘોડિયામાં 6, ડભોઈમાં 23, પાદરામાં 15, કરજણમાં 7, શિનોરમાં 19 અને ડેસરમાં 25 મિમી વરસાદ નોંધાયો છે. વડોદરા શહેરમાં 11 મિમી વરસાદ નોંધાયો છે.

મોસમના કુલ વરસાદની વાત કરીએ તો સાવલીમાં 388, વાઘોડિયામાં 424, ડભોઈમાં 688, પાદરામાં 633, કરજણમાં 629, શિનોરમાં 895 અને ડેસરમાં 596 મિમી વરસાદ નોંધાયો છે. વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં 660 મિમી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 614.13 મિમી નોંધાયો છે.

દરમિયાન, રાજ્યમાં પણ ચોમાસું ફરી સક્રિય બન્યું છે. સત્તાવાર આંકડા મુજબ 18 સપ્ટેમ્બર 2025 સુધીમાં ગુજરાતમાં મોસમનો 100.82 ટકા વરસાદ નોંધાયો હતો, જ્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 87.34 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીનો કુલ વરસાદ 793.84 મિમી નોંધાયો છે. આમ, ગત વર્ષની સરખામણીએ રાજ્યમાં વરસાદની ઘટ નોંધાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai