GujRERAનો મહત્વનો ચુકાદો: કબજાની તારીખ પહેલાં કરેલી ફરિયાદ ‘પ્રિમેચ્યોર’ ઠરી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીએ કબજો સોંપવાની કરાર મુજબની સમયમર્યાદા પૂર્ણ થાય તે પહેલાં દાખલ કરવામાં આવેલી ફરિયાદને પ્રિમેચ્યોર ગણાવીને રદ કરી છે. ઓથોરિટીના સભ્ય ડો. એમ.ડી. મોડીયાએ સ્પષ્ટ કર્યું કે કરારમાં નક્કી કરેલી કબજાની સમયમર્યાદા પૂરી થાય તે પહેલાં પ્રમોટર સામે કાનૂની કાર્યવાહી માટેનો સબળ આધાર ઊભો થતો નથી.

અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતા પ્રતીક રમાકાંત પટેલે ગાંધીનગરના સરગાસણ સ્થિત ‘અશ્વમેઘ ઇલાઇટ’ પ્રોજેક્ટમાં દુકાન નં. 16 માટે અશ્વમેઘ ક્રીએટીવ્સ અને શૈલેષકુમાર બાબુલાલ પટેલ સામે ફરિયાદ કરી હતી. અરજદારના જણાવ્યા મુજબ દુકાનની રૂ.14 લાખની સંપૂર્ણ રકમ ચૂકવી દેવા છતાં રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરી આપવામાં આવ્યો નહોતો.

જોકે, રેરા સમક્ષ રજૂ થયેલા રજિસ્ટર્ડ બાનાખતના દસ્તાવેજોની તપાસમાં સામે આવ્યું કે મિલકતનો કબજો 30 જૂન 2026 સુધીમાં સોંપવાની શરત હતી. જ્યારે સંબંધિત પ્રોજેક્ટની રેરામાં નોંધાયેલી પૂર્ણ થવાની તારીખ 30 જાન્યુઆરી 2027 દર્શાવવામાં આવી હતી.

ઓથોરિટીએ નોંધ્યું કે કબજો સોંપવાની નિર્ધારિત તારીખ પહેલાં જ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેથી તે સમયે પ્રમોટર સામે કાનૂની કાર્યવાહી માટે Cause of Action ઊભું થયું ન હતું.

આ આધારે GujRERAએ ફરિયાદને ‘પ્રિમેચ્યોર’ ગણાવી અરજદારની માંગણી અસ્વીકાર્ય ઠેરવી ફરિયાદ રદ કરવાનો હુકમ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai