‘સહકારથી સમૃદ્ધિ’નો મંત્ર વિશ્વકક્ષાએ પહોંચાડવાનો સંકલ્પ: દિલીપ સંઘાણી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ઈન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સના ડિરેક્ટર તરીકે 2026થી 2030 સુધી ચૂંટાયેલા દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રને નવી દિશા મળી છે. ભારત અને વિશ્વના સહકારી ક્ષેત્ર વચ્ચે સેતુ બનીને સહકારી ચળવળને વધુ મજબૂત બનાવવાનો તેમનો સંકલ્પ છે.

ઈફકોની ચૂંટણીમાં બળવાનો કોઈ પ્રશ્ન નહોતો

સહકારી ક્ષેત્રમાં મેન્ડેટના મુદ્દે સ્પષ્ટતા કરતાં દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું કે પંચાયત અને સહકારી ક્ષેત્રની ચૂંટણીઓમાં મેન્ડેટ આપવાની કોઈ કાનૂની જોગવાઈ નથી. ઈફકોની ચૂંટણીમાં જયેશભાઈ રાદડિયાએ બળવો કર્યો હોવાની વાત ખોટી છે. મારા માટે આજે પણ પક્ષ સર્વોપરી છે અને પક્ષના પીઠબળથી જ હું આ સ્થાને પહોંચ્યો છું. સહકારી ક્ષેત્રમાં રાજકીય વાડાબંધીને બદલે સર્વાંગી વિકાસને પ્રાથમિકતા મળવી જોઈએ.

કેળાના થરમાંથી કાપડ અને કાગળ બનાવવાનો પ્રયોગ

કૃષિમંત્રી તરીકેના કાર્યકાળને યાદ કરતાં તેમણે જણાવ્યું કે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં કેળાના થરમાંથી ફાઈબર કાઢી દોરા, કાપડ, સાડીઓ, હસ્તકલાની વસ્તુઓ અને કાગળ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરાવ્યો હતો. ફાઈબર કાઢ્યા બાદ વધતા પ્રવાહીમાંથી જૈવિક ખાતર પણ બનાવી શકાય છે. આવી મૂલ્યવર્ધિત પ્રોડક્ટ્સ ખેડૂતોની આવક વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

ગુજરાત મહિલા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીમાં 14 હજારથી વધુ સભ્યો

દિલીપભાઈ સંઘાણીનાં ધર્મપત્ની ગીતાબેન સંઘાણી ગાંધીનગર અને અમરેલી સ્થિત ગુજરાત મહિલા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીનાં ચેરમેન તરીકે કાર્યરત છે. આ સંસ્થા સાથે 14 હજારથી વધુ સભ્યો જોડાયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai