દસ્તાવેજ નોંધણી વિભાગના કર્મચારીઓની 13 મુદ્દાની માંગણીઓ મુદ્દે ગાંધીનગરમાં મંત્રણા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાજ્યની દસ્તાવેજ નોંધણી કચેરીઓના કર્મચારીઓની 13 મુખ્ય માંગણીઓને લઈને ગુજરાત રાજ્ય રજિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ કર્મચારી મંડળ દ્વારા તબક્કાવાર આંદોલનનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. આ મામલે રાજકોટ સહિત રાજ્યભરના જિલ્લા મથકો પર કર્મચારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરી હતી.

કર્મચારીઓના પ્રશ્નોના ઉકેલ માટે ગાંધીનગરમાં રાજ્ય સરકાર અને કર્મચારી મંડળના હોદ્દેદારો વચ્ચે મંત્રણાનો દોર શરૂ થયો છે. ગઈકાલે પ્રથમ તબક્કાની મંત્રણા બાદ આજે બીજા દિવસે પણ ચર્ચા આગળ ધપાવવામાં આવી રહી છે. આ મંત્રણામાં રાજ્ય સરકાર તરફથી રાજેશ માંજુ (IAS) જોડાયા છે.

કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં ઓડિટ ફકરાના મુદ્દે કર્મચારીઓ સામે થતી કાર્યવાહી તાત્કાલિક બંધ કરવી, મહેસૂલ વિભાગના ઠરાવ મુજબની પ્રક્રિયા કર્યા વગર સબ-રજિસ્ટ્રાર વિરુદ્ધ થતી ખોટી એફઆઈઆર પર રોક લગાવવી તેમજ સબ-રજિસ્ટ્રાર ગ્રેડ-1 અને ગ્રેડ-2ની કેડર મર્જ કરવા સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે.

રાજ્ય સરકાર કર્મચારીઓની માંગણીઓ અંગે હકારાત્મક વલણ અપનાવી યોગ્ય ઉકેલ લાવશે તેવી આશા કર્મચારી મંડળ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે સરકાર સાથેની મંત્રણા બાદ કર્મચારીઓના પ્રશ્નોનો કેટલો ઉકેલ આવે છે અને આંદોલન અંગે શું નિર્ણય લેવાય છે તેના પર સૌની નજર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai