વડોદરામાં પાણીનાં સ્ત્રોતોના નવીનીકરણ માટે ₹12.83 કરોડનો ખર્ચ, અંદાજ કરતાં ₹35.81 લાખ વધુ ચૂકવાશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વડોદરા શહેરને પાણી પૂરું પાડતા મહીસાગર નદી કાંઠે આવેલા વિવિધ પાણીના સ્ત્રોતો પર ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને સિવિલ કામગીરીના નવીનીકરણ સાથે સુરક્ષાનાં સાધનો લગાવવામાં આવશે. આ કામ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ₹12.47 કરોડનો અંદાજ તૈયાર કરાયો હતો, પરંતુ આર.સી. પટેલે ₹12.83 કરોડનું ભાવપત્રક રજૂ કરતાં અંદાજ કરતાં ₹35.81 લાખ વધુ ખર્ચ થશે. આ દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.

ફાજલપુર, પોઇચા, રાયકા, દોડકા આરસીડબલ્યુ, દોડકા ઇન્ટેકવેલ અને દોડકા ડબલ્યુટીપી ખાતેની પાણી પુરવઠા વ્યવસ્થામાં પમ્પિંગ મશીનરીને વીજળી પૂરી પાડતા જૂના પાવર કેબલને કારણે વારંવાર ફોલ્ટ સર્જાય છે. તેના કારણે પાણી વિતરણ વ્યવસ્થાને અસર થતી હોવાથી નવીનીકરણની કામગીરી હાથ ધરવાનું આયોજન કરાયું છે.

આ પ્રોજેક્ટ હેઠળ નવા હાઈટેન્શન અને લો ટેન્શન કેબલ, એમસીસી પેનલ, પોલ સ્ટ્રક્ચર, પંપ હાઉસ તથા પેનલ રૂમનું વીજળીકરણ, પ્લાન્ટમાં લાઇટિંગ, સીસીટીવી કેમેરા અને અન્ય સુરક્ષા સાધનો સહિત કુલ 13 કામગીરી કરવામાં આવશે. ટેન્ડરના બીજા પ્રયાસમાં સાત ઇજારદારો લાયક ઠર્યા હતા, જેમાં સૌથી ઓછો ભાવ આપનાર આર.સી. પટેલનો ભાવ અંદાજ કરતાં 2.87 ટકા વધુ રહ્યો છે.

આ કામગીરીના સલાહકાર તરીકે નિયુક્ત રાય ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડને પણ ₹13.48 લાખ ચૂકવવામાં આવશે. નવીનીકરણથી પાણી પુરવઠા વ્યવસ્થામાં વારંવાર સર્જાતા વીજળીના ફોલ્ટ ઘટાડવા અને કામગીરી વધુ સુરક્ષિત તથા સુચારુ બનાવવાનો હેતુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai