બનાસકાંઠા: પાલનપુર-ડીસા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, વૃદ્ધ દંપતી સહિત 3નાં મોત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

બાદરપુરા નજીક અજાણ્યા વાહને રિક્ષાને પાછળથી ટક્કર મારતાં સર્જાઈ દુર્ઘટના; સારવાર કરાવી પરત ફરી રહેલા દંપતીનો કરુણ અંત

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-ડીસા હાઈવે પર બાદરપુરા નજીક ગંભીર અકસ્માતમાં રિક્ષાચાલક સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. પૂરઝડપે આવેલા અજાણ્યા વાહને આગળ જઈ રહેલી રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. મૃતકોમાં પાલનપુરથી સારવાર કરાવીને ઘરે પરત ફરી રહેલા વૃદ્ધ દંપતીનો પણ સમાવેશ થાય છે.

પ્રાથમિક માહિતી અનુસાર, વૃદ્ધ પતિ પોતાની પત્નીને ડાયાલિસિસની સારવાર માટે પાલનપુરની હોસ્પિટલમાં લઈ ગયા હતા. સારવાર પૂર્ણ થયા બાદ બંને રિક્ષામાં બેસીને ઘરે પરત ફરી રહ્યાં હતાં. આ દરમિયાન તેમની રિક્ષા પાલનપુર-ડીસા હાઈવે પર બાદરપુરા ઘરનાળા નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે પાછળથી આવેલા અજાણ્યા વાહનના ચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી.

અકસાનની તીવ્રતાને કારણે રિક્ષાને ભારે નુકસાન પહોંચ્યું હતું. રિક્ષામાં સવાર વૃદ્ધ દંપતી અને રિક્ષાચાલકને ગંભીર ઈજાઓ થતાં ત્રણેયનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટનાને પગલે મૃતકોના પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત સર્જીને ફરાર થયેલા અજાણ્યા વાહનના ચાલકને શોધવા તપાસ શરૂ કરી છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai