ભેળસેળિયાઓ સામે ગુજરાતભરમાં મેગા એક્શન: 1,705 કિલો પનીર-ચીઝનો નાશ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

842 પેઢીઓમાં તપાસ, રૂ.5.28 લાખનો જથ્થો ઝડપાયો; આરોગ્ય મંત્રીની કડક ચેતવણી

ગાંધીનગર: ગુજરાતમાં ભેળસેળયુક્ત પનીર અને ચીઝ એનાલોગ સામે FDCAની મેગા તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

6 અને 7 ઓગસ્ટ દરમિયાન રાજ્યની 842 પેઢીઓમાં દરોડા અને ચકાસણી કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન 1,705 કિલો ભેળસેળયુક્ત પનીર-ચીઝ એનાલોગનો અંદાજે રૂ.5.28 લાખનો જથ્થો ઝડપાઈ સ્થળ પર જ નાશ કરાયો હતો.

સૌથી વધુ જથ્થો જૂનાગઢમાંથી 585 કિલો, વડોદરામાંથી 471 કિલો, સુરતમાંથી 262 કિલો અને રાજકોટમાંથી 115 કિલો ઝડપાયો હતો.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાએ જણાવ્યું કે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર તત્વો સામે સરકારની ઝીરો ટોલરન્સ નીતિ રહેશે.

તેમણે કહ્યું કે બનાવટી પનીર, ચીઝ અને ડેરી પ્રોડક્ટ્સ વેચનારા વેપારીઓ સામે કાર્યવાહી વધુ તેજ કરવામાં આવશે અને ભેળસેળના ગોરખધંધાને કાયમી રીતે રોકવા કડક પગલાં લેવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai